VIDEO: દિવાળી પહેલા ફટાકડાના ઉપયોગને લઈને સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી
સોર્સ : gstv
દિવાળીના તહેવાર પહેલા ફટાકડાના ઉપયોગને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે દેશભરમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં નહીં આવે, પરંતુ 24 કલાક ફટાકડા ફોડવાની મંજૂરી આપી શકાય નહીં. બીમાર લોકો, વૃદ્ધો અને બાળકોના સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણને ધ્યાનમાં રાખીને સંતુલિત ઉકેલ શોધવાની જરૂરિયાત કોર્ટે દર્શાવી છે. આગામી દિવસોમાં ફટાકડા ફોડવા માટે ચોક્કસ સમયમર્યાદા અને કયા પ્રકારના ફટાકડા મંજૂર રહેશે તેની સ્પષ્ટતા કરવામાં આવી શકે છે. સાથે જ CPCB અને કેન્દ્ર સરકારને ફટાકડામાં બેરિયમની હાજરી તથા ફટાકડાના અવાજના સ્તર અંગે વધુ પરીક્ષણ કરવા માટે સમય આપવામાં આવ્યો છે.

