Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : "I will never apologize to BJP or RSS": Rahul Gandhi lashes out at not allowed to speak in Parliament

VIDEO: "હું ભાજપ કે RSS પાસે ક્યારેય માફી નહીં માગું": સંસદમાં બોલવા ન દેવાતા રાહુલ ગાંધીનો આકરો પ્રહાર

Timeછેલ્લું અપડેટ : 29 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દિલ્હીમાં સંસદ પરિસરમાં પત્રકારો સાથે વાતચીત કરતા લોકસભાના વિરોધ પક્ષના નેતા (LoP) રાહુલ ગાંધીએ સરકાર અને લોકસભા અધ્યક્ષની ભૂમિકા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે ગૃહમાં તેમને વિરોધ પક્ષના નેતા તરીકે બોલવા દેવામાં આવી રહ્યા નથી અને તેમની પાસે માફીની શરત મૂકવામાં આવી રહી છે.

App Store

"મને સંસદમાં બોલવા દેવામા આવતો નથી"

પોતાની વાત રજૂ કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, "લોકસભામાં વિરોધ પક્ષના નેતાને બોલવાની મંજૂરી આપવામાં આવી રહી નથી. મેં સ્પીકરને અસંખ્ય વાર વિનંતી કરી કે ગૃહમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવામાં આવે જેથી હું મારી વાત રજૂ કરી શકું... પરંતુ મને બોલવા દેવામાં આવ્યો નહીં."

"માફી માગવાની શરત મૂકવામાં આવી"

પોતાને બોલતા રોકવા પાછળનું કારણ દર્શાવતા રાહુલ ગાંધીએ ઉમેર્યું કે, ગૃહમાં એવું બહાનું બનાવવામાં આવ્યું કે મેં અમિત શાહ વિશે ટિપ્પણી કરી હતી અને વિદ્યાર્થીઓ પર થયેલી બર્બરતા માટે તેમને જવાબદાર ગણાવ્યા હતા. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે તેમને એવી ખાતરી આપવામાં આવી હતી કે જો તેઓ માફી માગશે, તો જ તેમને ગૃહમાં બોલવાની મંજૂરી આપવામાં આવશે.

"ઝૂકવાનો સવાલ જ નથી ઊભો થતો"

માફીની માંગણીને સખત શબ્દોમાં ફગાવતા રાહુલ ગાંધીએ સ્પષ્ટ અને આક્રમક શબ્દોમાં કહ્યું, "હું ભાજપ, આરએસએસ (RSS) કે તેમની સાથે જોડાયેલી કોઈ પણ વ્યક્તિ પાસે ક્યારેય માફી નહીં માગું."

ટોપિક્સ:GSTV NewsGujarati News