VIDEO: હું 100 લોકો સાથે PM નિવાસ જઈશ: કેજરીવાલ
સોર્સ : gstv
દેશભરમાં E20 પેટ્રોલને લઈને ભારે ચર્ચા જાગી છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ E20 પેટ્રોલનો સતત વિરોધ કરી રહ્યા છે. તાજેતરમાં તેમણે દિલ્હીના કોન્સ્ટિટ્યૂશન ક્લબ ઓફ ઈન્ડિયા ખાતે E20 સામે નેશનલ ટાઉન હોલ કાર્યક્રમ યોજ્યો હતો. હવે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન સુધી પગપાળા માર્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે. કેજરીવાલે કહ્યું કે, ઈથેનોલને કારણે દેશની જનતા પરેશાન છે. લોકોના વાહનોની માઈલેજ ઘટી રહી છે અને વાહનો સતત બગડી રહ્યા છે. તેમ છતાં સરકાર કોઈ જવાબ આપ્યા વિના લોકો પર બળજબરીથી ઈથેનોલ લાદી રહી છે. આના પરથી લાગે છે કે આની પાછળ સરકારનો કોઈ છુપો એજન્ડા છે.

