Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : 'I will carry forward Yogeshbhai's unfinished work', BJP's grand victory in Manjalpur assembly by-election

VIDEO: 'હું યોગેશભાઈના અધૂરા કાર્યને આગળ ધપાવીશ', માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય

Timeછેલ્લું અપડેટ : 03 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાતની હાઈપ્રોફાઈલ ગણાતી વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આજે (3 ઓગસ્ટ 2026) જાહેર થયા છે. માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીના ભાજપના ઉમેદવાર સતેન્દ્રભાઈ પટેલનો ભવ્ય વિજય થયો છે. તેમણે કહ્યું કે, માંજલપુર વિધાનસભા મતક્ષેત્ર હંમેશાંથી ભાજપનો ગઢ રહ્યો છે. હું મતદારો અને પક્ષના કાર્યકરોનો આભાર વ્યક્ત કરું છું. હું યોગેશભાઈના અધૂરા કાર્યને આગળ ધપાવીશ.

App Store

વડોદરાની માંજલપુર વિધાનસભાએ યોગેશ કાકાની લાજ રાખી છે. પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર 30,499ની લીડથી જીત્યા છે. તો કોંગ્રેસના ઉમેદવારને 24,585 મત મળ્યા છે. 

ઉલ્લેખનીય છે કે માંજલપુર વિધાનસભા બેઠક પર 30 જુલાઈએ પેટાચૂંટણી યોજાઈ હતી, જેમાં 37.05 ટકા મતદાન બાદ આજે 19 રાઉન્ડની મતગણતરી કરાઈ હતી. વડોદરાના મકરપુરા સ્થિત ભવન્સ સ્કૂલ ખાતે બનાવેલા મતગણતરી કેન્દ્ર પર સવારે 8 વાગ્યાથી ઈવીએમ (EVM) માં નોંધાયેલા મતોની ગણતરી થઈ હતી. ચૂંટણી પંચ અને સ્થાનિક પ્રશાસન દ્વારા પરિણામો પારદર્શક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સાથે બિહારની બાંકીપુર બેઠક તથા મધ્યપ્રદેશની દતિયા વિધાનસભા બેઠક ઉપર પણ પેટા ચૂંટણી યોજાઇ હતી.