Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 'I want to forgive the kids who made rude comments about me', another video message from PM Modi

VIDEO: 'મારા વિશે અભદ્ર ટિપ્પણી કરનાર બાળકોને માફ કરવા ઈચ્છું છું', PM મોદીનો વધુ એક વીડિયો સંદેશ

Timeછેલ્લું અપડેટ : 31 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

શુક્રવારે મોડી રાત્રે ઇન્સ્ટાગ્રામ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર રાષ્ટ્રના લોકોને સંબોધિત કર્યા. રાત્રે લગભગ 11 વાગ્યે પ્રસારિત થયેલા આ સંદેશમાં તેમણે જંતર-મંતર ઘટનાનો ઉલ્લેખ કર્યો અને બાળકોને માફ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે બાળપણમાં ભૂલો થાય છે, અને તે ભૂલો શીખવા અને સુધારવાની તક પૂરી પાડે છે.

પીએમ મોદીએ શું કહ્યું?

App Store

વડાપ્રધાને કહ્યું, "મિત્રો, આજે મને ફક્ત તમારી સાથે વાત કરવાનું મન થાય છે. દેશ અને દુનિયાએ જ જંતર-મંતર પર જે બન્યું તે જોયું. કેટલાક તોફાની બાળકોએ એવી અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો જે સભ્ય સમાજને શોભતો નથી.મારા અને મારી સ્વર્ગસ્થ માતા વિશે પણ અભદ્ર ટિપ્પણી કરાઇ." જો કે, તેમણે એમ પણ કહ્યું કે બાળપણમાં ભૂલો સ્વાભાવિક છે અને બાળકોને તેને સુધારવાની તક આપવી જોઈએ અને તેમણે બાળકોને માફ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.