VIDEO: દિલ્હી રમખાણ કેસઃ પૂર્વ કોર્પોરેટર તાહિર હુસેન સહિત તમામ પાંચ દોષિતોને આજીવન કેદ
સોર્સ : gstv
વર્ષ 2020ના દિલ્હી રમખાણો દરમિયાન આઈબી અધિકારી અંકિત શર્માની હત્યા કેસમાં કડકડડૂમા કોર્ટે પૂર્વ કોર્પોરેટર તાહિર હુસેન સહિત તમામ પાંચ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. અગાઉ કોર્ટે તાહિર હુસેન, નાઝીમ, કાસીમ, જાવેદ અને અનસને હત્યા તથા ફોજદારી કાવતરાના ગંભીર ગુનાઓમાં દોષિત ઠેરવ્યા હતા. સજા પર સુનાવણી વખતે દિલ્હી પોલીસે તમામ માટે ફાંસીની માંગણી કરી હતી, પરંતુ અદાલતે આ ઘટનાને સમાજને હચમચાવનારી ગણાવીને આજીવન કેદનો ચુકાદો આપ્યો છે. ફેબ્રુઆરી 2020માં ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલી હિંસા વખતે અંકિત શર્માની હત્યા કરીને તેમનો મૃતદેહ નાળામાંથી મળી આવ્યો હતો. ચર્ચિત કેસમાં કાયદાકીય લડાઈ બાદ કોર્ટે આખરે ઐતિહાસિક અને મોટો ચુકાદો આપ્યો છે.

