Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : I told PM Modi to talk or resign: Sharad Pawar

VIDEO: PM મોદીને મેં જ કહ્યું હતું કે વાતચીત કરો અથવા રાજીનામું લો: શરદ પવાર

Timeછેલ્લું અપડેટ : 25 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને અન્ય બે માંગણીઓ સ્વીકારાયા બાદ જંતર-મંતર પર ચાલી રહેલું પ્રદર્શન સમેટાઈ ગયું છે. આ દરમિયાન એનસીપીના વડા શરદ પવારે દાવો કર્યો છે કે, તેમની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે થયેલી મુલાકાતને કારણે જ આ રાજીનામું શક્ય બન્યું છે. તેમણે દેશની યુવા શક્તિની આ સફળતાને મોટી જીત ગણાવી હતી અને વિપક્ષી નેતાઓનો આભાર માન્યો હતો. શરદ પવારે જણાવ્યું કે, તેમણે વડાપ્રધાન સાથે મુલાકાત કરીને આંદોલનકારી વિદ્યાર્થીઓ અને સરકાર વચ્ચે સંવાદ સ્થાપવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે પીએમ મોદીને વિનંતી કરી હતી કે, લોકશાહીમાં સંવાદ જરૂરી છે અને કાં તો ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે અથવા વિદ્યાર્થીઓની વાત સાંભળવામાં આવે. પવારે ઉમેર્યું કે, મે પીએમ મોદીને હઠ ન રાખવા અપીલ કરી હતી અને સદનસીબે તેઓ વાતચીત માટે તૈયાર થઈ ગયા, જેનું પરિણામ આજે શિક્ષણ મંત્રીના રાજીનામા તરીકે સામે આવ્યું છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News