Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Huge crowd of tourists in Srinagar

VIDEO: શ્રીનગરમાં પ્રવાસીઓની ભારે ભીડ, દાલ લેક ખાતે ખુશનુમા અને આહલાદક હવામાનની માણી મજા

Timeછેલ્લું અપડેટ : 21 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભારતના મેદાની વિસ્તારોમાં પડી રહેલી અસહ્ય અને કાળઝાળ ગરમી વચ્ચે જમ્મુ-કાશ્મીરનું શ્રીનગર પ્રવાસીઓ માટે એક મોટું આશ્રયસ્થાન બની ગયું છે. દેશના વિવિધ રાજ્યોમાં તાપમાનનો પારો ૪૦ થી ૪૫ ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયો છે, ત્યારે શ્રીનગરના પ્રખ્યાત દાલ લેક ખાતે પ્રવાસીઓ ખુશનુમા અને આહલાદક હવામાનની મજા માણી રહ્યા છે. દાલ લેક પરથી સામે આવેલા નયનરમ્ય દ્રશ્યોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પરંપરાગત હોડીની સવારીનો આનંદ લેતા અને હાઉસબોટમાં રોકાણ કરતા નજરે પડી રહ્યા છે. શ્રીનગરમાં અત્યારે દિવસનું તાપમાન ખૂબ જ અનુકૂળ છે, જ્યારે સવાર-સાંજ હવામાં સરસ ઠંડક અનુભવાય છે. પહાડોની શીતળ હવા અને શાંત વાતાવરણ પ્રવાસીઓને મેદાની વિસ્તારોની લૂ અને અસહ્ય ઉનાળાથી મોટી રાહત આપી રહ્યા છે.

App Store