Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Srinagar Police takes strict action, bulldozers roll over illegal properties of notorious drug peddler

VIDEO: શ્રીનગર પોલીસે કરી કડક કાર્યવાહી, કુખ્યાત ડ્રગ પેડલરની ગેરકાયદેસર મિલકતો પર ફેરવાયું બુલડોઝર

Timeછેલ્લું અપડેટ : 05 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

શ્રીનગર પોલીસે નશીલા પદાર્થોના વેપાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરતા એક કુખ્યાત ડ્રગ પેડલર દ્વારા બનાવવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામને તોડી પાડ્યું છે. જમ્મુ-કાશ્મીર પ્રશાસન અને પોલીસ દ્વારા નશાના સોદાગરોની મિલકતો પર બુલડોઝર ફેરવવાની આ ઝુંબેશ હેઠળ શ્રીનગરમાં આ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી.પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મિલકત ડ્રગ્સના કાળા કારોબાર દ્વારા મેળવેલા નાણાંથી બનાવવામાં આવી હતી. આ કાર્યવાહી બાદ પોલીસે અન્ય ગુનેગારોને પણ કડક ચેતવણી આપી છે કે સમાજમાં ઝેર ફેલાવનારા તત્વોને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. પોલીસના આ પગલાથી ડ્રગ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. સ્થાનિક લોકોએ પોલીસની આ હિંમતભરી કામગીરીને આવકારી છે અને શહેરને નશામુક્ત બનાવવા માટે સહકારની ખાતરી આપી છે. શ્રીનગર પોલીસ હવે અન્ય પેડલરોની મિલકતોની પણ તપાસ કરી રહી છે.

App Store