મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ભયાનક અકસ્માત CCTVમાં કેદ; મહિલાને પાછળથી ટક્કર મારતા ઉછળીને સીધી ટ્રક નીચે પહોંચી ગઈ!

કર્ણાટકના ટુમકુરુ જિલ્લામાંથી એક હચમચાવી દેનારો વીડિયો સામ

તસવીર: gstv

કર્ણાટકના ટુમકુરુ જિલ્લામાંથી એક હચમચાવી દેનારો વીડિયો સામે આવ્યો છે. એક બેકાબૂ અને પૂરઝડપે દોડી રહેલા ટ્રકે રસ્તા કિનારે ચાલતી મહિલાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ, આ અકસ્માત મંગળવારે સવારે ટુમકુરુ જિલ્લાના તિપટુર શહેરના આઈબી સર્કલ નજીક સર્જાયો હતો. મહિલા સામાન્ય રીતે રસ્તાની બાજુમાં ચાલીને જઈ રહી હતી, ત્યારે અચાનક પૂરઝડપે આવી રહેલા ટ્રકનું સંતુલન બગડ્યું અને તેણે સીધી મહિલાને ટક્કર મારી દીધી હતી.

CCTV ફૂટેજમાં જોવા મળે છે કે ટક્કર એટલી પ્રચંડ હતી કે મહિલા હવામાં ઉછળીને સીધી ટ્રકની નીચે પહોંચી ગઈ હતી. જોકે, સદનસીબે આ ભયાનક અકસ્માતમાં મહિલાનો આબાદ બચાવ થયો હતો.

અકસ્માત બાદ સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત મહિલાને નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી. ડૉક્ટરોના જણાવ્યા મુજબ મહિલાને ઈજાઓ પહોંચી છે, પરંતુ તેની હાલત હાલ જોખમની બહાર છે અને તેની સારવાર ચાલી રહી છે.

આ સમાચાર શેર કરો