VIDEO: ઇન્ડિયા બ્લોકની બેઠક પહેલાં હોર્ડિંગ્સ
સોર્સ : gstv
દિલ્હીમાં યોજાનારી વિપક્ષી ગઠબંધન 'ઇન્ડિયા' બ્લોકની મહત્વપૂર્ણ બેઠક પહેલા મધ્ય દિલ્હીના વિવિધ વિસ્તારોમાં રાજકીય હોર્ડિંગ્સ અને પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. આ હોર્ડિંગ્સમાં વિપક્ષી નેતાઓ અને ગઠબંધનના ઘટક પક્ષોને નિશાન બનાવીને તીખા સંદેશાઓ આપવામાં આવ્યા છે. બેઠક પહેલાં જ રાજધાનીના વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે અને વિવિધ રાજકીય પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપ શરૂ થઈ ગયા છે. બેઠકમાં આગાઉથી જ કેટલાક પક્ષોના મતભેદો સપાટી પર આવ્યા હોવાના અહેવાલો વચ્ચે આ પ્રકારે બેનરો અને હોર્ડિંગ્સ લાગવાથી રાજકારણ વધુ ગરમાયું છે. આ ઘટના બાદ વિસ્તારમાં સુરક્ષા અને તણાવ વધવાની શક્યતા જોતાં સ્થાનિક પ્રશાસન પણ સતર્ક થઈ ગયું છે.

