VIDEO: ઇમિગ્રેશન વગર ત્રણ વિદેશીઓ દેશ છોડી દેતા કેન્દ્ર સરકારે એર ઇન્ડિયાના સીઇઓને સમન્સ જારી કર્યું
સોર્સ : gstv
ત્રણ ઇટાલિયન નાગરિકો ફરજિયાત ડિપાર્ચર ઇમિગ્રેશન ક્લિયરન્સ વિના જ દિલ્હીથી મ્યુનિક રવાના થઈ જવાની ગંભીર સુરક્ષા ચૂક મામલે કેન્દ્ર સરકારે એર ઇન્ડિયાના સીઇઓ અને સંબંધિત અધિકારીઓને સમન્સ પાઠવ્યા છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ ઘટનાને ગંભીર પ્રક્રિયાગત ભૂલ ગણાવી એરલાઇન પાસેથી સ્પષ્ટતા માંગી છે. ગત ચાર સપ્ટેમ્બરે અમૃતસરથી દિલ્હી આવેલા આ મુસાફરો ઇમિગ્રેશન ચેક વગર જ કનેક્ટિંગ ફ્લાઇટમાં બેસી ગયા હતા. એર ઇન્ડિયાના 'હબ-એન્ડ-સ્પોક' ઓપરેશન દરમિયાન સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજરનું ઉલ્લંઘન થતાં મંત્રાલય દ્વારા અગાઉ કારણ બતાવો નોટિસ પણ આપવામાં આવી હતી.

