Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Hindu youth should get married early, have five children: BJP MP's appeal

હિંદુ યુવાનો વહેલા લગ્ન કરે, પાંચ-પાંચ બાળકો પેદા કરે: ભાજપ સાંસદની અપીલ

Timeછેલ્લું અપડેટ : 04 Oct 2026
લાઇવ ટીવીGoogle News
હિંદુ યુવાનો વહેલા લગ્ન કરે, પાંચ-પાંચ બાળકો પેદા કરે: ભાજપ સાંસદની અપીલ
સોર્સ : gstv

મધ્ય પ્રદેશના બડવાનીમાં ભાજપ સાંસદ ગજેન્દ્રસિંહ પટેલે હિંદુ યુવાનોને લઈને એક નિવેદન આપ્યું છે. તેમણે યુવાનોને વહેલા લગ્ન (Early Marriage) કરવાની અને પાંચ-પાંચ બાળકો પેદા કરવાની અપીલ કરી છે. બદલાતા વસ્તી ટ્રેન્ડ (Population Trend)નો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે સમાજની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ અંગે વિચારવાની જરૂર છે. આ સાથે તેમણે યુવાનોમાં વધતા ડ્રગ્સના ઉપયોગ અને દેખાડાની સંસ્કૃતિ સામે પણ ચિંતા વ્યક્ત કરી હતી.

App Store

વસ્તી ટ્રેન્ડના ઉલ્લેખ સાથે કરી અપીલ

ગજેન્દ્રસિંહ પટેલે પોતાના સંબોધનમાં કહ્યું કે અગાઉની પેઢીઓમાં પરિવારોમાં ચાર, પાંચ, છ કે સાત બાળકો પણ જોવા મળતા હતા. લોકો નાની ઉંમરે લગ્ન કરતા હતા. જોકે, હવે લગ્નની ઉંમર વધી રહી છે અને ઘણા પરિવારોમાં માત્ર એક બાળક હોય છે. તેમણે દાવો કર્યો કે હિંદુ સમાજમાં જન્મદર (Birth Rate) 1.9 સુધી પહોંચ્યો છે.

સાંસદે યુવાનોને વહેલા લગ્ન કરીને પાંચ બાળકો પેદા કરવાની અપીલ કરી હતી. તેમના નિવેદનમાં તેમણે 1947થી 2011ની વસ્તી ગણતરી (Census) સુધીના વસ્તી સંબંધિત બદલાવનો પણ ઉલ્લેખ કર્યો હતો.

‘3D’ કેમ્પેનનો પણ કર્યો ઉલ્લેખ

ભાજપ સાંસદે યુવાનોમાં ડ્રગ્સના વધતા વપરાશ અંગે ચિંતા વ્યક્ત કરી અને પોતાના ‘3D’ કેમ્પેનનો ઉલ્લેખ કર્યો. તેમણે DJ, ડ્રગ્સ અને દહેજ (Dowry)ને સમાજ માટે ગંભીર મુદ્દા ગણાવ્યા.

તેમણે કહ્યું કે દેખાડાની સંસ્કૃતિને કારણે યુવાનોમાં નશાની સમસ્યા વધી રહી છે. ખાસ કરીને DJ સંસ્કૃતિ અને નશા અંગે તેમણે સમાજને સાવચેત રહેવાની અપીલ કરી.

ભક્તિ સાથે શક્તિ પર પણ ભાર

ગજેન્દ્રસિંહ પટેલે ભક્તિની સાથે શારીરિક શક્તિ અને પરંપરાગત કુસ્તીના અખાડાઓ (Traditional Wrestling Akhadas)ને પ્રોત્સાહન આપવાની વાત કરી. તેમણે યુવાનોને નશાથી દૂર રહીને સમાજને મજબૂત બનાવવાની અપીલ કરી હતી.

તેમણે મુશ્કેલ પરિસ્થિતિમાં સમાજના લોકો એકબીજાની સાથે ઊભા રહે તેવી વાત પણ કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે આવા સમયે લોકો માત્ર રાજકીય પક્ષો (Political Parties) પર નિર્ભર ન રહેતા સામાજિક એકતા પર ભાર મૂકે.