Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Heavy rains in Rajouri: Many vehicles stranded in flash flood, huge chaos

VIDEO: રાજૌરીમાં મુસળધાર વરસાદ: ફ્લેશ ફ્લડમાં અનેક વાહનો તણાયા, ભારે અફરાતફરી

Timeછેલ્લું અપડેટ : 21 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં આકાશી આફત જેવા મુસળધાર વરસાદને કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની છે. સતત વરસેલા વરસાદથી દરહાલી અને ખંડલી સહિતની સ્થાનિક નદીઓ અને નાળાઓમાં ઘોડાપૂર આવ્યા છે. અચાનક આવેલા આ ફ્લેશ ફ્લડના કારણે નીચાણવાળા વિસ્તારો, રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં પૂરના રૌદ્ર પાણી ફરી વળ્યા હતા. પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે બસ સ્ટેન્ડ અને માર્ગો પર પાર્ક કરેલી અનેક કાર, બાઇક અને અન્ય વાહનો રમકડાની જેમ પાણીમાં તણાઈ ગયા હતા. આ બનાવથી સ્થાનિક લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને મોટું આર્થિક નુકસાન થયું છે. ઘટનાની જાણ થતાં જ SDRF, પોલીસ અને સ્થાનિક પ્રશાસનની ટીમો રાહત તેમજ બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના અપાઈ છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News