Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Heavy rains in Rajouri: Administration advisory amid fear of flash floods and landslides

VIDEO: રાજૌરીમાં ભારે વરસાદ: ફ્લેશ ફ્લડ અને ભૂસ્ખલનની ભીતિ વચ્ચે વહીવટીતંત્રની એડવાઇઝરી

Timeછેલ્લું અપડેટ : 21 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં સતત મુસળધાર વરસાદને કારણે ગંભીર સ્થિતિ સર્જાઈ છે, જ્યાં નદી-નાળાઓ ઉભરાતા નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. દરહાલી અને ખંડલી જેવી નદીઓ ભયજનક સપાટી વટાવી જતાં બસ સ્ટેન્ડ અને રહેણાંક વિસ્તારોમાં જળબંબાકાર થયો છે, જેમાં અનેક વાહનો તણાયા છે તથા મકાનોને નુકસાન પહોંચ્યું છે. અચાનક આવેલા આ ફ્લેશ ફ્લડ અને પહાડી માર્ગો પર ભૂસ્ખલનની ગંભીર ભીતિને પગલે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસે તાકીદની સુરક્ષા એડવાઇઝરી જાહેર કરી છે. તંત્ર દ્વારા લોકોને નદીકિનારે જવાનું ટાળવા, અતિશય જરૂર વગર મુસાફરી ન કરવા અને જોખમી સ્થળોએથી તાત્કાલિક ખસીને સલામત સ્થાને આશ્રય લેવા સૂચના અપાઈ છે. સ્થિતિ પર નજર રાખવા કંટ્રોલ રૂમ સક્રિય કરાયા છે અને SDRF, સેના તથા પોલીસની ટીમો રાહત-બચાવ કામગીરીમાં જોતરાયેલી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News