VIDEO: નલાસોપારામાં મુશળધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત
મહારાષ્ટ્રના નાલાસોપારામાં છેલ્લા કેટલાક કલાકોથી વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. ખાસ ક

મહારાષ્ટ્રના નાલાસોપારામાં છેલ્લા કેટલાક કલાકોથી વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. ખાસ કરીને નાલાસોપારા પૂર્વ રેલવે સ્ટેશનની આસપાસના સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ જતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે, જેના કારણે સ્થાનિક રહીશો અને નોકરિયાત વર્ગને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક લોકો ફસાઈ ગયા છે અને વાહનવ્યવહાર પણ ઠપ્પ થઈ ગયો છે.




