Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Heavy rains begin in Moradabad

મુરાદાબાદમાં ભારે વરસાદની શરૂઆત

Timeછેલ્લું અપડેટ : 01 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લાના અનેક વિસ્તારોમાં અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો અને ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. લાંબા સમયથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારા બાદ પડેલા આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને સ્થાનિક લોકોને મોટી રાહત મળી છે. સામે આવેલા દ્રશ્યોમાં રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા અને વાહનચાલકો વરસાદ વચ્ચે મુસાફરી કરતા નજરે પડે છે. જો કે, કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે વાહનોની ગતિ ધીમી પડી ગઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ અહીં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

App Store