VIDEO : કોલકાતામાં ભારે વરસાદ, અનેક વિસ્તાર જળબંબાકાર
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ભારે વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. વિધાનસભા વ

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ભારે વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. વિધાનસભા વિસ્તાર, આકાશવાણી ચોક અને મધ્ય કોલકાતાના સી.આર. એવન્યુ સહિતના વિસ્તારોમાં રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા. રસ્તાઓ પર પાણી ભરાતા વાહન વ્યવહાર ધીમો પડ્યો છે અને લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યારે વધુ વરસાદની શક્યતાને લઈને સતર્કતા રાખવામાં આવી રહી છે. ચોમાસાની સક્રિયતા વચ્ચે આગામી કલાકોમાં પણ વરસાદ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.




