Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Heavy rain in Delhi! Old building collapsed in Rohini, people feared to be trapped under the debris

VIDEO: દિલ્હીમાં ભારે વરસાદનો કહેર! રોહિણીમાં જૂનું મકાન ધરાશાયી, કાટમાળ નીચે લોકો દબાયાની આશંકા

Timeછેલ્લું અપડેટ : 08 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દિલ્હીના રોહિણી વિસ્તારમાં બુધવારે સાંજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીના સેક્ટર 16 માં આવેલું એક જૂનું મકાન ભારે વરસાદના કારણે અચાનક ધરાશાયી થઈ ગયું છે. મકાન તૂટી પડવાના કારણે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ છે.

App Store

સાંજે 4:20 વાગ્યે ઘટના બની

દિલ્હી ફાયર સર્વિસના અધિકારીઓના જણાવ્યા અનુસાર, 'આ દુર્ઘટનાની માહિતી બુધવારે સાંજે આશરે 4:20 વાગ્યે મળી હતી.' રોહિણી સેક્ટર 16 માં આવેલી એમસીડી (MCD) સ્કૂલ પાસે આ મકાન અચાનક પત્તાના મહેલની જેમ તૂટી પડ્યું હતું.

કાટમાળ નીચે લોકો દબાયાની આશંકા

સ્થાનિક વહીવટીતંત્રને આશંકા છે કે મકાનના કાટમાળ નીચે કેટલાક લોકો દબાયેલા હોઈ શકે છે. કાટમાળમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

ફાયર બ્રિગેડની 4 ટીમો ઘટનાસ્થળે

ઘટનાની ગંભીરતાને જોતા દિલ્હી ફાયર વિભાગે તાત્કાલિક 4 રેસ્કયૂ ટીમોને ઘટનાસ્થળે રવાના કરી દીધી છે. બચાવકર્મીઓ કાટમાળ હટાવીને અંદર ફસાયેલા લોકોની શોધખોળ કરી રહ્યા છે. રાહત કાર્યમાં કોઈ અડચણ ન આવે તે માટે સાવચેતીના ભાગરૂપે આસપાસના વિસ્તારને પણ સુરક્ષિત કરી દેવાયો છે.

જાનહાનિ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી

આ અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બિલ્ડિંગનો કાટમાળ વેરવિખેર દેખાય છે અને સ્થાનિક લોકો મદદ માટે દોડધામ કરતા નજરે પડે છે. જોકે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તે અંગે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ માહિતી સામે આવી નથી.