VIDEO: ચંદીગઢમાં વાવાઝોડાને કારણે ભારે તારાજી, વિશાળ વૃક્ષો જડમૂળથી ઉખડી ગયા!
સોર્સ : gstv
ચંદીગઢમાં આવેલા વાવાઝોડા અને તેજ પવનને કારણે શહેરના અનેક વિસ્તારોમાં ભારે તારાજી જોવા મળી છે. આ શક્તિશાળી તોફાનને લીધે અનેક સ્થળોએ વિશાળ વૃક્ષો જડમૂળથી ઉખડી ગયા હતા, જેના કારણે રસ્તાઓ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને વાહન વ્યવહારને માઠી અસર પહોંચી હતી.
કેટલાક વૃક્ષો વીજળીના તાર પર પડતા વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. નગરપાલિકા અને આપત્તિ વ્યવસ્થાપન ટીમો દ્વારા રસ્તાઓ સાફ કરવાની અને ધરાશાયી થયેલા વૃક્ષોને હટાવવાની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવી હતી.. સદનસીબે, હજુ સુધી આ ઘટનામાં કોઈ ગંભીર જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી.

