VIDEO: હિમાચલ પ્રદેશમાં બસ પલટી ખાતા 26 મુસાફરો ઈજાગ્રસ્ત, ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત
સોર્સ : gstv
હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના નૂરપુર ખાતે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. જેમાં એક ખાનગી બસ અનિયંત્રિત થઈને પલટી જતાં અંદાજે 26 મુસાફરો ઘાયલ થયા છે. આ દુર્ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો અને વહીવટી તંત્ર રાહત કામગીરી માટે ઘટનાસ્થળે દોડી ગયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જે પૈકી ગંભીર રીતે ઘાયલ થયેલા મુસાફરોને વધુ સારવાર માટે ટાંડા મેડિકલ કોલેજમાં રીફર કરવામાં આવ્યા છે.
પ્રાથમિક માહિતી અનુસાર, ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું મનાય છે. પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પહાડી વિસ્તારોમાં વધતા અકસ્માતોને પગલે સ્થાનિકોમાં ચિંતા અને અરેરાટી ફેલાઈ ગઈ છે.

