VIDEO: દિવાળી પહેલા ફટાકડા પર પ્રતિબંધ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, કોર્ટ શોધશે સંતુલિત રસ્તો
સોર્સ : gstv
દિવાળી પહેલાં દેશમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા અંગે સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે તે દેશભરમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધના પક્ષમાં નથી, કારણ કે તેનાથી લોકોની સાંસ્કૃતિક ભાવનાઓ આહત થઈ શકે છે. જોકે, પ્રદૂષણ, વૃદ્ધો અને બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ૨૪ કલાક ફટાકડા ફોડવાની મંજૂરી પણ આપી શકાય નહીં. આ માટે ફટાકડા માટે ચોક્કસ સમયગાળો અને તેની ગુણવત્તા નક્કી કરવાનો સંતુલિત રસ્તો કાઢવામાં આવશે. સીપીસીબી અને કેન્દ્ર સરકારને ફટાકડામાં બેરિયમ અને અવાજના સ્તરની તપાસ માટે સંયુક્ત ટેસ્ટ કરવાનો આદેશ અપાયો છે. હવે આ કેસની આગામી સુનાવણી ૧૫ ઓક્ટોબરે યોજાશે.

