સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા AIIMSમાં દાખલ, કોરોનરી એન્જિયોગ્રાફી કરાઈ
કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાને છાતીમાં અસ્વસ્થતા અનુભવાતા દિલ્હીની એઈમ્સ

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાને છાતીમાં અસ્વસ્થતા અનુભવાતા દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાની માહિતી શુક્રવારે હોસ્પિટલ તંત્ર દ્વારા આપવામાં આવી છે. જે.પી. નડ્ડાને ગુરુવારે (૧૩ ઓગસ્ટ) સાંજે હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તેમની કોરોનરી એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. હાલમાં તેમની આરોગ્ય વિષયક સ્થિતિ સંપૂર્ણપણે સ્થિર છે અને તેમને એઈમ્સના કાર્ડિયોલોજી વિભાગ (Department of Cardiology) માં તબીબી દેખરેખ (Observation) હેઠળ રાખવામાં આવ્યા છે.
તેમની આરોગ્ય સ્થિતિ અંગે એઈમ્સ દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે:
"કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાને અસ્વસ્થતા જણાતાં ૧૩ ઓગસ્ટ ૨૦૨૬ની સાંજે તેમની વિવિધ તબીબી તપાસ કરવામાં આવી હતી, જેમાં કોરોનરી એન્જિયોગ્રાફીનો પણ સમાવેશ થાય છે. તેઓ હાલમાં સ્થિર છે અને એઈમ્સના કાર્ડિયોલોજી વિભાગમાં તબીબોની ઓબ્ઝર્વેશન હેઠળ દાખલ છે."
મળેલી માહિતી અનુસાર, તેઓ હાલ દિલ્હી એઈમ્સના કાર્ડિયોલોજી વિભાગમાં ડોક્ટરોની સતત દેખરેખ હેઠળ છે.








