VIDEO: GST કાઉન્સિલની બેઠક: અધિકારીઓની દાદાગીરી ખતમ, વેપારીઓને મોટી રાહત, નોટિસ-દંડના નિયમો બદલાયા
સોર્સ : gstv
GST કાઉન્સિલની ૫૭મી બેઠકમાં નાણામંત્રી નિર્મળા સીતારામનની અધ્યક્ષતામાં વેપારીઓ અને કરદાતાઓના હિતમાં ૧૦ મોટા ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠકનો મુખ્ય હેતુ કરના દરો બદલવાને બદલે ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ અને પ્રક્રિયાઓને સરળ બનાવવાનો રહ્યો છે. સૌથી મોટા સુધારા હેઠળ, હવે જીએસટી અધિકારીઓ પાસેથી મનસ્વી રીતે ધરપકડ કરવાનો અધિકાર સંપૂર્ણપણે છીનવી લેવામાં આવ્યો છે. આ નિર્ણય સાથે જીએસટી ૨.૦ની દિશામાં આગળ વધતાં કાગળની કામગીરી અને ઇન્સ્પેક્ટર રાજનો અંત લાવી, સમગ્ર સિસ્ટમ ડેટા અને ઓટોમેશન પર આધારિત કરવામાં આવી છે.હવે વેપારીઓ માટે રજિસ્ટ્રેશન, રિટર્ન અને રિફંડની પ્રક્રિયા વધુ સરળ બનશે. નવી સિસ્ટમ ખરીદનાર અને વેચનારના બિલનું ચોક્કસ વેરિફિકેશન કરશે, જેથી કોઈપણ પ્રકારની ગોલમાલ કે ફ્રોડ તુરંત પકડાઈ જશે.

