VIDEO: સોના-ચાંદી અંગે મોટો ઝટકો! 3 ટકા GST મુક્તિ રદ થવાની તૈયારીમાં: રિપોર્ટમાં દાવો
સોર્સ : gstv
સોના અને ચાંદીના આયાત પર મળતી ટેક્સ છૂટને લઈને એક મોટો અપડેટ સામે આવી છે, જેમાં સરકાર ટૂંક સમયમાં જીએસટી છૂટ ખતમ કરવા પર વિચાર કરી શકે છે. વિદેશોમાંથી સોનું, ચાંદી અને પ્લેટિનમ આયાત કરતી નામાંકિત એજન્સીઓ અને બૅન્કોને મળતી જીએસટી છૂટ ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, 7 ઑક્ટોબરે મળનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ ઇન્ટિગ્રેટેડ જીએસટી છૂટને નાબૂદ કરવાના પ્રસ્તાવ પર ગંભીર ચર્ચા થઈ શકે છે. હાલની વ્યવસ્થા મુજબ, સોના-ચાંદી અને પ્લેટિનમની આયાત પર 3 ટકા આઈજીએસટી લાગે છે. પરંતુ, જ્યારે બૅન્કો અને સરકાર દ્વારા અધિકૃત ખાસ એજન્સીઓ આ કિંમતી ધાતુઓની આયાત કરે છે, ત્યારે તેમને આ ટેક્સમાંથી મુક્તિ મળે છે. વર્ષ 2017માં વ્યાપારને સરળ બનાવવાના હેતુથી આ ટેક્સમાં છૂટ આપવામાં આવી હતી.

