VIDEO: માર્કાપુરમાં ભવ્ય તિરંગા રેલી
સોર્સ : gstv
આંધ્રપ્રદેશના માર્કાપુર જિલ્લામાં આઝાદીના અમૃત મહોત્સવ અને રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે એક ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ રેલીનું નેતૃત્વ માર્કાપુર જિલ્લાના એએસપી નવજ્યોતિ મિશ્રા દ્વારા કરવામાં આવ્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ, વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. સૌના હાથમાં રાષ્ટ્રધ્વજ ત્રિરંગો લહેરાઈ રહ્યો હતો ભારત માતા કી જયના નારાઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. આ પ્રસંગે એએસપી નવજ્યોતિ મિશ્રાએ નાગરિકોમાં દેશભક્તિની ભાવના ઉજાગર કરવા અને રાષ્ટ્રીય એકતા જાળવી રાખવા પર વિશેષ ભાર મૂક્યો હતો.

