Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Grand reception for Taekwondo medal winners

VIDEO: તાઈક્વાન્ડો મેડલ વિજેતાઓનું ભવ્ય સ્વાગત

Timeછેલ્લું અપડેટ : 13 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

તમિલનાડુના કોઈમ્બતુરમાં આંતરરાષ્ટ્રીય તાઈક્વાન્ડો ચેમ્પિયનશિપમાં મેડલ જીતનાર ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરી પરત ફરેલા ખેલાડીઓનું પરિવારજનો, મિત્રો અને રમતપ્રેમીઓ દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. યાઝિનીએ ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે. જ્યારે અક્ષિતા મારિસેલ્વમે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવી નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. ખેલાડીઓની સિદ્ધિને લઈને તેમના પરિજનો અને કોચમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ જીતનાર ખેલાડીઓના સ્વાગત પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News