VIDEO: કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને એક જ દિવસમાં 3 ગોલ્ડ સહિત 7 મેડલ
સોર્સ : gstv
કોમનવેલ્થ ગેમ્સ 2026નો 10મો દિવસ ભારત માટે ઐતિહાસિક સાબિત થયો છે, જેમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. 1 ઓગસ્ટે માત્ર 3 કલાકના સમયગાળામાં ભારતે 3 ગોલ્ડ સહિત કુલ 7 મેડલ જીતીને મેડલ ટેલીમાં જોરદાર છલાંગ લગાવી છે. ભારત હવે 8 ગોલ્ડ, 15 સિલ્વર અને 7 બ્રોન્ઝ સાથે કુલ 30 મેડલ મેળવીને મેડલ ટેલીમાં છઠ્ઠા સ્થાન પર પહોંચી ગયું છે. બોક્સિંગ રિંગમાં ભારતીય ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો હતો, જ્યાં ભારતે બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ પોતાના નામે કર્યા છે. ભારતીય બોક્સર પ્રીતિ પવારે શાનદાર પ્રદર્શન કરતાં કેનેડાની સ્કાર્લેટ ડેલગાડોને 5-0થી હરાવી ગોલ્ડ મેડલ જીત્યો છે. પ્રીતિના આ ઐતિહાસિક વિજયથી દેશભરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

