VIDEO: ૧૮મી બ્રિક્સ સમિટની ભવ્ય તૈયારીઓ પૂર્ણ, ભારત મંડપમમાં યોજાશે બેઠક
સોર્સ : gstv
નવી દિલ્હીમાં ૧૨ અને ૧૩ સપ્ટેમ્બર દરમિયાન ભારત મંડપમમાં ૧૮મી બ્રિક્સ સમિટ યોજાવા જઈ રહી છે. આ બે દિવસીય આંતરરાષ્ટ્રીય મહાસંમેલન માટે રાજધાની દિલ્હી સંપૂર્ણપણે સજ્જ છે. સમગ્ર વિસ્તારમાં બ્રિક્સના બેનરો અને પોસ્ટરો લગાવવામાં આવ્યા છે, જ્યારે કનોટ પ્લેસ અને ખાન માર્કેટ જેવા મુખ્ય સ્થળો રોશનીથી ઝળહળી ઉઠ્યા છે. સુરક્ષા વ્યવસ્થાને અત્યંત મજબૂત બનાવવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સમગ્ર વિસ્તારની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને વાહનો પર બાજ નજર રાખવા માટે અદ્યતન નંબર પ્લેટ રેકગ્નિશન ટેક્નોલોજી સહિતના ૫૦૦ જેટલા સીસીટીવી કેમેરા તૈનાત કરવામાં આવ્યા છે, જેથી કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ પર સેકન્ડોમાં જ કડક કાર્યવાહી કરી શકાય.

