VIDEO: બાબા વિશ્વનાથ મંદિરમાં ત્રિરંગા થીમ સાથે સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી.
સોર્સ : gstv
વારાણસીના પવિત્ર કાશી વિશ્વનાથ મંદિરમાં દેશભક્તિના માહોલ વચ્ચે 80મા સ્વતંત્રતા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે બાબા વિશ્વનાથના ગર્ભગૃહ અને પરિસરમાં દેશના રાષ્ટ્રધ્વજ ત્રિરંગાના કેસરી, સફેદ અને લીલા રંગના ભવ્ય ફૂલો તથા રોશનીથી વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. મધ્યાહ્ન આરતી દરમિયાન ભક્તોએ બાબાના આ અલૌકિક ત્રિરંગા-થીમ આધારિત દિવ્ય સ્વરૂપના દર્શન કર્યા હતા. પવિત્ર શ્રાવણ માસ અને સ્વતંત્રતા દિવસનો આ અદ્ભુત સંયોગ જોવા માટે દેશભરમાંથી મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા હતા. હર હર મહાદેવ અને વંદે માતરમ્ના નાદ સાથે સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું,

