VIDEO: ભક્તોએ સાંઈબાબાને સોનાનો મુગટ અર્પણ કર્યો
સોર્સ : gstv
શિરડી મહારાષ્ટ્રમાં ગુરુપૂર્ણિમા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ પાવન અવસરે સાંઈબાબાના મંદિરમાં ભક્તોએ વિશેષ પૂજા-અર્ચના કરી હતી. ગુરુપૂર્ણિમા નિમિત્તે ભક્તો દ્વારા સાંઈબાબાને સોનાનો મુગટ અર્પણ કરવામાં આવ્યો હતો. મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન અને વ્યવસ્થાને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. દેશભરમાંથી આવેલા ભક્તોએ સાંઈબાબાના આશીર્વાદ મેળવ્યા હતા અને ગુરુપૂર્ણિમા ઉત્સાહપૂર્વક ઉજવી હતી.

