Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Government Releases New Directions for Demonstration, in Buffalo, Against Opposition and Jane-Zee Protests

VIDEO: વિપક્ષ અને જેન-ઝીના વિરોધ સામે સરકાર ભીંસમાં, પ્રદર્શન માટે નવા દિશા નિર્દેશ જાહેર

Timeછેલ્લું અપડેટ : 08 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દિલ્હી પોલીસે જંતર-મંતર પર ધરણા અને વિરોધ પ્રદર્શન કરવા માટે સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરી છે. નવી સૂચના મુજબ, કોઈપણ મીટિંગ કે પ્રદર્શન યોજતા પહેલા 10 દિવસ અગાઉ નવી દિલ્હી જિલ્લાના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સમક્ષ અરજી કરીને મંજૂરી લેવી ફરજિયાત રહેશે. આ ઉપરાંત સેન્ટ્રલ વિસ્ટા, ઈન્ડિયા ગેટ, રાજપથ અને જનપથ જેવા વિસ્તારોમાં પ્રદર્શન કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પોલીસે લોકોની સંખ્યા અનુસાર ચોક્કસ સ્થળો નક્કી કર્યા છે. નવા નિર્દેશ અનુસાર 1 હજાર લોકો સુધી જંતર-મંતર પર પ્રદર્શન કરી શકશે. રામલીલા મેદાન પર 1 હજારથી 50 હજાર લોકો સુધી જ પ્રદર્શનન મંજૂરી મળશે. જ્યારે બુરાડીમાં 50 હજારથી લોકોને પ્રદર્શન માટે મંજૂરી મળશે. આ નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.  મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સપા અને વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના વિપક્ષી સાંસદોએ આ મામલે પદયાત્રા યોજીને ધરણા પણ કર્યા હતા.  

App Store