Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 'Government is not complying with the agreement, if FIR is not cancelled, we will refinance'; Cockroach Janata Party National Spokesperson Ashutosh Ranka

VIDEO: 'સરકાર સમજૂતીનું પાલન નથી કરી રહી, FIR રદ નહીં થાય તો ફરી ધિરણું કરીશું'; કૉકરોચ જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રાંકા

Timeછેલ્લું અપડેટ : 27 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કૉકરોચ જનતા પાર્ટી (CJP)ના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રાંકાએ કેન્દ્ર સરકાર પર આંદોલનકારીઓ સાથે થયેલી સમજૂતી અને આપેલા આશ્વાસનોનું ઉલ્લંઘન કરવાનો ગંભીર આરોપ મૂક્યો છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલા કેસ (FIR) પાછા ખેંચવામાં નહીં આવે, તો તેઓ દિલ્હીમાં ફરી એકવાર ધરણાં પ્રદર્શન શરૂ કરવા મજબૂર બનશે.

App Store

રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રાંકાએ જણાવ્યું હતું કે, "સરકાર આપેલા આશ્વાસનોનું પાલન નથી કરી રહી, જેનાથી અમને ઊંડો આઘાત લાગ્યો છે. અમે માંગ કરીએ છીએ કે મંગળવાર (આવતીકાલ) સુધીમાં અમારી માંગણીઓ પર અમને લેખિત પ્રતિબદ્ધતા આપવામાં આવે. જો તમામ પ્રદર્શનકારીઓને મુક્ત કરવામાં નહીં આવે અને તેમની સામે દર્જ થયેલી FIR તાત્કાલિક રદ કરવામાં નહીં આવે, તો અમે દિલ્હીમાં ફરીથી ધરણાં પ્રદર્શન યોજવા મજબૂર બનીશું."

સમજૂતી અંગેની માહિતી આપતાં તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "20 જુલાઈના રોજ કેન્દ્રીય મંત્રીઓ જે. પી. નડ્ડા અને જિતેન્દ્ર સિંહ સાથે અમારી સમજૂતી થઈ હતી કે 20 જુલાઈ કે તે પહેલા દિલ્હીમાં થયેલી ઘટનાઓ જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં, ખાસ કરીને ભાજપ શાસિત અને સહયોગી રાજ્યોમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોના સંદર્ભમાં પ્રદર્શનકારીઓ કે આયોજકો સામે કોઈ FIR નોંધવામાં આવશે નહીં. તે સમયે જે FIR દાખલ થઈ ચૂકી હતી તેને પણ પાછી ખેંચી લેવાની મૌખિક સહમતી બની હતી. પરંતુ હવે અમે જોઈ રહ્યા છીએ કે, ખાસ કરીને બંગાળ, બિહાર, અસમ અને દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ઘણા વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે, તેમને અટકાયતમાં લેવાયા છે અને તેમની સામે નવી FIR નોંધવામાં આવી રહી છે." 

કૉકરોચ જનતા પાર્ટીએ સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ આપતા માંગ કરી છે કે વિદ્યાર્થીઓ અને આંદોલનકારીઓ પર કરવામાં આવતી દમનકારી કાર્યવાહી તાત્કાલિક અટકાવવામાં આવે અને લેખિત ખાતરી પૂરી પાડવામાં આવે.