Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Instead of cancelling the erroneous land survey, the government is trying to rob farmers

VIDEO: 'સરકાર ભૂલ ભરેલી જમીન માપણી રદ્દ કરવાને બદલે ખેડૂતોને લૂંટવાના તરકટ કરે છે', કોંગી નેતા પાલ આંબલીયાના પ્રહાર

Timeછેલ્લું અપડેટ : 03 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv,ai

ભૂલ ભરેલી જમીન માપણીનો મુદ્દો હજુ પણ વણઉકેલ્યો છે. ખેડૂતો હજુ પણ કચેરીઓના ધક્કા ખાઈ રહ્યાં છે. જિલ્લા નિરીક્ષક જમીન દફતર પ્રથા નાબુદી પર કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ સરકારને ઘેરી છે. આંબલિયાએ કહ્યું કે, સરકારે ખોટી અને ભૂલ ભરેલી જમીન માપણી રદ્દ કરવાને બદલે ખેડૂતોને લૂંટવાના નવા તરકટ કરે છે. કેમ કે જિલ્લા કક્ષાની ઓફિસોને વિસ્તારીને તાલુકા કક્ષાએ લાવવાથી ખોટી માપણીની ભૂલો સુધરી નથી જવાની.

App Store

તેમણે વધુમાં ઉમેર્યું કે પહેલા જિલ્લા કક્ષાએ ખેડૂતોને લૂંટતા હતા હવે તાલુકા કક્ષાએ લૂંટવામાં આવશે. પહેલા ખેડૂતને લૂંટવા માટે 33 દુકાનો હતી હવે 327 દુકાનો થશે. ખેડૂતોને લૂંટવાની દુકાનમાં વધારો થયો છે એ બહુ સ્પષ્ટ છે. સૌથી મોટી સવાલ એ છે કે, અત્યારે જિલ્લા કક્ષાએ ઓફીસ છે તોયે સરેરાશ 10 સર્વેયર નથી. તાલુકા કક્ષાએ 15 સર્વેયર ક્યાંથી લાવશે? રી-સર્વેની કામગીરી 15 વર્ષથી ચાલે છે પરિણામ શૂન્ય છે.