VIDEO BREAKING: મુખ્યમંત્રીના મતવિસ્તાર ઘાટલોડિયામાં દૂષિત પાણીથી વકર્યો રોગચાળો, 40થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ
સોર્સ : gstv
અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મતવિસ્તાર ઘાટલોડિયામાં પીવાના પાણી અને ગટરના પાણી મિક્સ થઈ જવાને કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે. ઘાટલોડિયાના આકાંક્ષા એપાર્ટમેન્ટમાં પ્રદૂષિત પાણીના કારણે સ્થિતિ એટલી ગંભીર બની છે કે 40થી વધુ ફ્લેટના રહીશોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે.
રોગચાળાની આ ભીતિને પગલે ફ્લેટમાં જ તાત્કાલિક અસરથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઊભું કરીને રહીશોની સારવાર શરૂ કરવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને જોતા શહેરના મેયર અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચ્યો છે અને પ્રદૂષિત પાણીની લાઈનો દુરસ્ત કરવા સહિતની કામગીરી હાથ ધરી છે

