Video: દિવાળી પહેલાં સરકારી કર્મચારીઓ માટે ખુશખબર: કેરળ સરકારે મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કર્યો

દિવાળી પહેલાં કેરળ સરકારે રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ભેટ આપતા મોંઘવારી ભથ્થામાં 2 ટકાના વધારાની જાહેરાત કરી છે. આ નિર્ણય બાદ કર્મચારીઓનો DA 35 થી વધીને 37 ટકા થઈ ગયો છે. નાણા વિભાગના આદેશ મુજબ, આ વધારાનો લાભ ઓક્ટોબર 2026ના પગાર સાથે નવેમ્બર મહિનામાં મળશે, જ્યારે પેન્શનરોને નવેમ્બરના પેન્શન સાથે મોંઘવારી રાહત ચૂકવવામાં આવશે. સરકારના આ પગલાથી રાજ્યની તિજોરી પર દર મહિને આશરે 96 કરોડ રૂપિયાનો વધારાનો નાણાકીય બોજ પડશે. કર્મચારીઓની બાકી નીકળતી રકમ અંગે આગામી સમયમાં અલગથી આદેશ જારી કરવામાં આવશે.




