VIDEO: હુગલી નદી પર ગંગા આરતી
સોર્સ : gstv
પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં ભારત અને ફ્રાન્સના સંયુક્ત સાંસ્કૃતિક વારસાના કાર્યક્રમ અંતર્ગત હુગલી નદીના પવિત્ર તટ પર ભવ્ય ગંગા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત-ફ્રાન્સ સહિયારા વારસાના ભાગરૂપે યોજાયેલા આ વિશેષ સાંસ્કૃતિક મહોત્સવમાં બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધો અને સાંસ્કૃતિક આદાનપ્રદાનને ઉજાગર કરવામાં આવ્યા હતા. નદીના ઘાટ પર સળગતી પવિત્ર દીવાઓની જ્યોત અને વૈદિક મંત્રોચ્ચારના ગુંજારવ વચ્ચે યોજાયેલી આ અલૌકિક આરતીએ ઉપસ્થિત તમામ સ્થાનિક નાગરિકો અને વિદેશી મહેમાનોનું મન મોહી લીધું હતું. આ કાર્યક્રમ થકી બંને દેશોની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાઓનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો, જેનાથી સ્થાનિક પ્રવાસનને પણ પ્રોત્સાહન મળશે અને બેસ્ત્ર દેશો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.

