VIDEO: ઈથેનોલથી વાહનની માઈલેજ ઘટવાના વાત ગડકરીએ સ્વિકારી
સોર્સ : gstv
દેશમાં અત્યારે પેટ્રોલ અને ઇથેનોલના મિશ્રણને લઈને સામાન્ય લોકોના મનમાં ઘણી આશંકાઓ છે. લોકો એ જાણવા માંગે છે કે શું ખરેખર પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાથી ગાડીઓના પર્ફોર્મન્સ અને માઇલેજ પર કોઈ અસર પડે છે. એક ઈન્ટરવ્યુમાં નિતિન ગડકરીએ કહ્યું કે, પેટ્રોલની સરખામણીમાં ઇથેનોલમાં ઓછી ઊર્જા હોય છે. તેથી જ્યારે પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ વધે છે, ત્યારે ગાડીની સરેરાશ માઇલેજ થોડી ઓછી થઈ શકે. જોકે, તેમણે એમ પણ કહ્યું કે આ તફાવત ખૂબ જ નજીવો હશે. નિતિન ગડકરીએ દાવો કર્યો કે સોશિયલ મીડિયા પર ફેલાઈ રહેલી E20 પેટ્રોલથી ગાડીઓને નુકસાન થવાની વાતો ભ્રામક છે અને તેને વધારી-ચડાવીને બતાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આ સમાચારો એક ખોટી ધારણા ઊભી કરવાની કોશિશનો ભાગ છે.

