VIDEO: જીબંતલામાં ત્રણ પક્ષના કાર્યકરો વચ્ચે ઘર્ષણ
સોર્સ : gstv
પશ્ચિમ બંગાળના સાઉથ 24 પરગણાના જીબંતલામાં ISF, CPI M અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે. વિવિધ પક્ષોના કાર્યકરો સામસામે આવી જતા વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો હતો. ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં અફરાતફરી જોવા મળી હતી. ઘર્ષણ દરમિયાન કેટલાક કાર્યકરો વચ્ચે બોલાચાલી અને ધક્કામુક્કીના દૃશ્યો સામે આવ્યા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. હાલ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્રણેય પક્ષોના કાર્યકરો વચ્ચે કયા કારણોસર ઘર્ષણ થયું તે અંગેની વિગતો સામે આવી રહી છે. ઘટનાના વિઝ્યુઅલ્સમાં વિસ્તારમાં સર્જાયેલ તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે.

