VIDEO: યોગીચોકમાં પૂરપાટ ઝડપે આવતી કારે ત્રણ વાહનોને લીધા અડફેટે: CCTV આવ્યા સામે
સોર્સ : gstv
સુરત શહેરમાં બેફામ કાર ચાલકોનો આતંક અને રફ્તારનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના વ્યસ્ત ગણાતા યોગીચોક વિસ્તારમાં ફરી એક વખત એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં ભીડભાડ વાળા મુખ્ય રોડ પર એક કાર ચાલકે પોતાની ગાડી ફૂલ સ્પીડમાં હંકારીને માર્ગ પરથી પસાર થઈ રહેલા ત્રણ વાહનોને જોરદાર અડફેટમાં લીધા હતા. આ ગોઝારી ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં કારની ભયાનક ઝડપ જોઈને લોકોના અવાચક થઈ ગયા છે. અકસ્માત સર્જીને નાસી છૂટેલા કાર ચાલકની બેદરકારીના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ આ મામલે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

