VIDEO : રાજકોટમાં અકસ્માતોની હારમાળા, જાગનાથ પ્લોટના ખૂણા પર પૂરપાટ ઝડપે આવતા વાહનોથી રહીશો ફફડ્યા
સોર્સ : GSTV
રાજકોટના જાગનાથ પ્લોટ શેરી નંબર ચાર અને પાંચના ખૂણા પાસે સતત વધી રહેલા વાહન અકસ્માતોને કારણે સ્થાનિક રહીશોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. તાજેતરમાં જ આ વિસ્તારમાં બનેલા એક બાઈક અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, રહેણાંક વિસ્તારની આડી અને ઊભી શેરીઓમાંથી અચાનક પૂરપાટ ઝડપે વાહનો આવતા હોવાને લીધે અહીં અકસ્માતોની હારમાળા સર્જાય છે, જેમાં અગાઉ એક કાર ચાલકે બાઈક સવારને જોરદાર ટક્કર મારી હવામાં ઉલાળ્યો હતો. આ જોખમી પરિસ્થિતિથી કંટાળીને સ્થાનિક લોકોએ અકસ્માતો અટકાવવા માટે મહાનગરપાલિકા સમક્ષ અહીં તાત્કાલિક સ્પીડ બ્રેકર મૂકવાની ઉગ્ર માંગ કરી છે.

