Video: ભારતીય સેના દ્વારા ઝાંગલી કેમ્પ ખાતે દિવ્યાંગો માટે નિઃશુલ્ક સહાયક સાધન વિતરણ શિબિર યોજાઈ

જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સેના દ્વારા માનવતાવાદી અભિગમ અપનાવવામાં આવ્યો છે. સરહદી અને દુર્ગમ વિસ્તારોમાં રહેતા દિવ્યાંગજનો માટે ભારતીય સેનાના ઝાંગલી ગેરિસન ખાતે એક વિશેષ નિઃશુલ્ક સહાયક સાધન વિતરણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જરૂરિયાતમંદ દિવ્યાંગ નાગરિકોને વ્હીલચેર ક્રચ શ્રવણયંત્ર અને અન્ય જરૂરી આધુનિક ઉપકરણો અર્પણ કરવામાં આવ્યા હતા. સેનાના આ લોકઉપયોગી કાર્યથી સ્થાનિક ગ્રામીણ નાગરિકોમાં ખુશીની લાગણી ફેલાઈ હતી અને સેનાના આ સેવાયજ્ઞની વ્યાપક પ્રશંસા થઈ રહી છે.








