Video: આસામમાં 750 કરોડના પ્રોજેક્ટનું ભૂમિપૂજન

આસામના ગોલાઘાટ જિલ્લાના મરાંગી વિસ્તારમાં મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ નુમાલીગઢ રિફાઈનરીના 750 કરોડ રૂપિયાના LLP પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું. ઓગુરી સાપોરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ પ્રોજેક્ટના નિર્માણ કાર્યનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રોજેક્ટ નુમાલીગઢ રિફાઈનરી સાથે જોડાયેલો મહત્વપૂર્ણ વિકાસકાર્ય છે. કાર્યક્રમમાં રિફાઈનરીના અધિકારીઓ અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટથી આસામના ઔદ્યોગિક વિકાસને વેગ મળવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જાહેરાત














