Video: જયપુરમાં દિવાળી વેકેશન અને વીકએન્ડ દરમિયાન દેશી અને વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વધારો

સોર્સ: gstv

રાજસ્થાનના જયપુરમાં દિવાળી વેકેશન અને વીકએન્ડ દરમિયાન પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ઓક્ટોબર મહિનાથી શરૂ થતી પ્રવાસન સીઝનમાં આ વખતે પણ દેશી અને વિદેશી પ્રવાસીઓ મોટી સંખ્યામાં જયપુરના ઐતિહાસિક સ્મારકોની મુલાકાતે આવી રહ્યા છે. દિવાળી બાદ દરરોજ સરેરાશ 8થી 9 હજાર પ્રવાસીઓ જયપુરના સ્મારકો જોવા પહોંચી રહ્યા છે. ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ રાજસ્થાન આવી રહ્યા છે. વિદેશી પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં જોવા મળી રહ્ય છે. હવા મહેલ, જંતર મંતર, સિટી પેલેસ, આમેર કિલ્લો, આલ્બર્ટ હોલ મ્યુઝિયમ અને બિરલા મંદિર પ્રવાસીઓના મુખ્ય આકર્ષણ બની રહ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત