VIDEO: 'વિકસિત ભારત માટે યુવાનોનું નશા મુક્ત હોવું જરૂરી': Gen-Z સાથે PM મોદીનો સીધો સંવાદ!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) દેશભરમાં 'નશા મુક્ત યુવા, વિકસિત ભારત' (Nasha Mukt Yuva, Viksit Bharat) રાષ્ટ્રીય અભિયાનની ભવ્ય શરૂઆત કરાવી છે. આ ખાસ કાર્યક્રમ અંતર્ગત દેશના ૨૮ હજારથી વધુ સ્થળો પરથી ૧ કરોડથી પણ વધુ યુવાનો સીધા વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. પીએમ મોદીના સંબોધન પહેલાં સમગ્ર દેશના યુવાનોએ એકસાથે ભારતને નશા મુક્ત બનાવવાની ગંભીર શપથ (Pledge) લીધી હતી.
'જે નશાને હરાવે છે તે સાચો યોદ્ધા છે' — પીએમ મોદી
યુવાનો અને જેન-ઝી (Gen-Z) સાથે વાતચીત કરતાં વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે, "આપણે જે અભિયાનના સાક્ષી બની રહ્યા છીએ તે વ્યક્તિ, પરિવાર, સમાજ અને સૌથી મહત્વનું રાષ્ટ્રના હિત માટે છે. જો દેશે ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત (Viksit Bharat) બનવાનું લક્ષ્ય નક્કી કર્યું હોય, તો દેશનો યુવાન તનથી સ્વસ્થ, મનથી સ્વસ્થ અને આત્મવિશ્વાસથી ભરપૂર હોવો જરૂરી છે."
પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું: શિક્ષકો અને પ્રોફેસરોને અપીલ: તમામ કોલેજો અને યુનિવર્સિટીઓમાં નશા વિરુદ્ધ વ્યાપક ઝુંબેશ ચલાવવામાં આવે. નશામાંથી બહાર આવેલા યુવાનોનું સન્માન: જે યુવાન નશાની લતને હરાવીને બહાર આવે છે તે ખરેખર એક યોદ્ધા (Warrior) છે. સમાજે તેને સ્વીકારવો જોઈએ અને તેનો ભૂતકાળ તેની ઓળખ ન બનવો જોઈએ. નશાના વેપારીઓ સામે કડક પગલાં: ડ્રગ્સ નેટવર્ક અને તેના વેપારીઓ સામે દેશભરમાં કડક કાર્યવાહી (Strict Action) ચાલુ રહેશે.
૧૦૦ અઠવાડિયા સુધી ચાલશે રાષ્ટ્રવ્યાપી જનભાગીદારી કેમ્પેઈન
આ ઝુંબેશ માત્ર એક દિવસ પૂરતી મર્યાદિત નથી, પરંતુ ૧૦૦ અઠવાડિયા (100 Weeks) સુધી ચાલનારું એક મોટું જન આંદોલન (Mass Movement) બની રહેશે. દર રવિવારે પ્રવૃત્તિઓ: આગામી ૧૦૦ સપ્તાહ સુધી દર રવિવારે (Every Sunday) દેશભરમાં નશા મુક્તિ અંગે જાગરૂકતા ફેલાવવા માટે વિવિધ કાર્યક્રમો યોજાશે.
વિવિધ આયોજનો: આ કેમ્પેઈન હેઠળ રમતગમત (Sports Events), વોકાથોન (Walkathon), ધ્યાન સત્ર (Meditation Sessions), સાંસ્કૃતિક પ્રોગ્રામ્સ, નુક્કડ નાટક (Nukkad Natak), ચર્ચા મંચ અને કળા સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે.
માય ભારત અને એસએસએસ: એમવાય ભારત (MYBharat) અને એનએસએસ (NSS) ના લાખો વોલન્ટિયર્સ, સ્કૂલ-કોલેજો અને એનજીઓ (NGOs) આ કાર્યક્રમમાં સક્રિય ભૂમિકા ભજવશે.
મોટા આધ્યત્મિક વડાઓ અને મુખ્યમંત્રીઓ પણ રહ્યા હાજર
આ ભવ્ય શુભારંભ પ્રસંગે પ પૂજ્ય અમ્મા, ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર, પૂજ્ય દાજી, ડૉ. ચિન્મય પંડ્યા અને સ્વામી બ્રહ્મવિહારીજી સહિતના ૫ પ્રમુખ આધ્યાત્મિક ગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ (Chief Ministers), રાજ્યપાલો (Governors) તેમજ બ્રહ્માકુમારીઝ, ઈસ્કોન (ISKCON), ચિન્મય મિશન અને ઓરોવિલે જેવી ૧૨૫થી વધુ સંસ્થાના પ્રતિનિધિઓએ આ મહા-અભિયાનને સમર્થન આપ્યું હતું.

