'વિકસિત ભારત શિક્ષા અધિકાર બિલ'ને કેબિનેટની મંજૂરી, જાણો તેના શું થશે ફાયદા

ભારતીય ઉચ્ચ શિક્ષણમાં મોટું પરિવર્તન થવા જઈ રહ્યું છે. કેન્દ્રીય મંત્રીમંડળે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC), ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) અને નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન (NCTE) ને બદલે એક સીમાચિહ્નરૂપ બિલને મંજૂરી આપી છે. આ પ્રસ્તાવિત કાયદો જે અગાઉ ઉચ્ચ શિક્ષણ આયોગ ઓફ ઈન્ડિયા (HECI) બિલ તરીકે ઓળખાતો હતો, તેને હવે વિકાસ ભારત શિક્ષા અધિકાર બિલ નામ આપવામાં આવ્યું છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, મોદી કેબિનેટ દ્વારા વિકાસ ભારત શિક્ષા અધિકાર બિલ સ્થાપિત કરતા બિલને મંજૂરી આપવામાં આવી છે.
આ બિલના ત્રણ ફાયદા થશે
કમિશનને એક જ ઉચ્ચ શિક્ષણ નિયમનકાર તરીકે સ્થાપિત કરવાનો પ્રસ્તાવ છે.એનાથી મુખ્યત્વે ત્રણ કાર્યો થશે. ઉચ્ચ શિક્ષણ માટેના પ્રાથમિક કાર્યોનું નિયમન, માન્યતા અને વ્યાવસાયિક ધોરણો નક્કી કરવાના રહેશે. ભંડોળ કે જેને ચોથા વર્ટિકલ તરીકે જોવામાં આવે છે, તેને હજુ સુધી નિયમનકાર હેઠળ મૂકવાનો પ્રસ્તાવ નથી. ભંડોળ સ્વાયત્તતા વહીવટી મંત્રાલય પાસે રહેવાનો પ્રસ્તાવ છે.
ડ્રાફ્ટ બિલ તરીકે ચર્ચા
HECIની કોન્સેપ્ટ પર અગાઉ પણ એક ડ્રાફ્ટ બિલ તરીકે ચર્ચા થઈ ચૂકી છે.હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઈન્ડિયા (યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એક્ટને નાબૂદ કરવો) બિલ, 2018 નો એક ડ્રાફ્ટ જેમાં UGC એક્ટને ખતમ કરવો અને હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયાની સ્થાપનાનું પ્રાવધાન હતું,આ બિલમાં 2018માં હિસ્સેદારો સાથે પ્રતિસાદ અને પરામર્શ માટે જાહેર ક્ષેત્રમાં મૂકવામાં આવ્યો હતો.
જુલાઈ 2021માં કેન્દ્રીય શિક્ષણ મંત્રી પદ સંભાળનારા ધર્મેન્દ્ર પ્રધાનના નેતૃત્વમાં HECIના અમલીકરણ માટે નવેસરથી પ્રયાસો શરૂ કરવામાં આવ્યા. એક જ ઉચ્ચ શિક્ષણ નિયમનકારના મહત્વ પર ભાર મૂકતા NEP-2020 ડોક્યુમેન્ટ કહે છે કે, "ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રને પુનર્જીવિત કરવા અને તેના વિકાસમાં મદદ કરવા માટે નિયમનકારી પ્રણાલીમાં સંપૂર્ણ ફેરફારની જરૂર છે.
તેમાં એમ પણ કહેવાયું છે કે નવી સિસ્ટમ એ નક્કી કરશે કે નિયમન, માન્યતા, ભંડોળ અને શૈક્ષણિક ધોરણો નક્કી કરવા જેવા વિવિધ કાર્યો અલગ, સ્વતંત્ર અને મજબૂત સંસ્થાઓ દ્વારા કરવામાં આવે.

