VIDEO: ગોપાલગંજમાં બેરેજમાંથી પાણી છોડાતાં પૂર
સોર્સ : gstv
બિહારના ગોપાલગંજ જિલ્લામાં બેરેજમાંથી અંદાજે ૫ લાખ ક્યુસેક પાણી છોડાતાં ગંડક નદીમાં રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે, જેના કારણે અનેક ગામો પૂરની ચપેટમાં આવી ગયા છે. પાણીનો પ્રવાહ વધતાં પાંચ પંચાયતોના ઘરોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે, જેનાથી જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રવિન્દ્ર કુમાર યાદવ અને પ્રદીપ કુમાર સહિતના અસરગ્રસ્ત ગ્રામજનોએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે ઘરોમાં પાણી ભરાઈ જવાથી ખાવા-પીવાના સામગ્રીની ભારે અછત સર્જાઈ છે અને પશુઓ માટે ચારાનો ગંભીર પ્રશ્ન ઉભો થયો છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો હવે સુરક્ષિત સ્થળોએ આશરો લેવા મજબૂર બન્યા છે. સ્થાનિક લોકો દ્વારા વહીવટીતંત્ર પાસે તાત્કાલિક રાહત અને ખાદ્ય સામગ્રી પહોંચાડવાની માગ કરવામાં આવી રહી છે.

