Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO/ Bihar: Mega demolition to remove encroachment in Gopalganj

VIDEO/ બિહાર: ગોપાલગંજમાં અતિક્રમણ હટાવવા મેગા ડિમોલિશન

Timeછેલ્લું અપડેટ : 11 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

બિહારના ગોપાલગંજમાં મૌનિયા ચોક પાસે ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ વહીવટીતંત્ર દ્વારા કડક ડિમોલિશન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સરકારી જમીન પર અતિક્રમણ કરીને બનાવવામાં આવેલા અનેક ઘરો અને દુકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઘટનાસ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટ્રાફિકની સમસ્યા હલ કરવા અને રસ્તાના વિસ્તૃતીકરણ માટે આ અતિક્રમણ હટાવવું અનિવાર્ય હતું. જોકે, આ કાર્યવાહીને કારણે પોતાના આજીવિકાના સાધનો અને રહેઠાણ ગુમાવનારા લોકોમાં ભારે રોષ અને ગમગીની જોવા મળી હતી. વહીવટીતંત્રે સ્પષ્ટ કર્યું છે કે આવનારા દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આ પ્રકારનું અભિયાન ચાલુ રહેશે.

App Store

 

ટોપિક્સ:BIHARbihar gopalganjdemolition