VIDEO: વાસણા બેરેજમાંથી પાણી છોડાતા સાબરમતી નદીના હેઠવાસમાં એલર્ટ
સોર્સ : gstv
અમદાવાદના વાસણા બેરેજ ખાતે સાબરમતી નદીના ઉપરવાસમાંથી પાણીની સતત આવક થતા બપોરે ૨૯ હજાર ૯૯૪ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જળ સપાટી નિયંત્રિત રાખવા માટે બેરેજના ૧૫ થી ૨૯ નંબરના કુલ ૧૫ દરવાજા વિવિધ ઊંચાઈએ ખોલવામાં આવ્યા છે. હાલ જળાશયની સપાટી ૧૨૯.૫૦ ફૂટ પર પહોંચી હોવાથી નદીના હેઠવાસમાં પ્રવાહ તેજ બન્યો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને આણંદ જિલ્લાના ખંભાત અને તારાપુર તાલુકાના નીચાણવાળા તેમજ નદીકાંઠાના ગામોને વહીવટી તંત્ર દ્વારા સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે અને નાગરિકોની સલામતી માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.

