Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Vasana village of Dholka became devotional with the grand Mamera festival of Ranchhodraiji

VIDEO: રણછોડરાયજીના ભવ્ય મામેરા ઉત્સવથી ધોળકાનું વાસણા ગામ ભક્તિમય બન્યું

Timeછેલ્લું અપડેટ : 15 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ધોળકાના કેલિયા વાસણા ગામે પરંપરાગત ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ભગવાન રણછોડરાયજીનું ભવ્ય મામેરું ભરવામાં આવ્યું હતું. આ વર્ષે મામેરાના યજમાન બનવાનું સદ્ભાગ્ય ઠાકોર સમાજને સાંપડ્યું હતું, જેમણે સોના-ચાંદીના દાગીના અને કિંમતી વસ્ત્રો સાથે ભગવાનનું મામેરું સજાવ્યું હતું. આ પ્રસંગે ઠાકોર સમાજની વાડીથી રણછોડરાય મંદિર સુધી ડીજેના તાલ અને જયઘોષ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ ધાર્મિક મહોત્સવમાં સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય સંતો અને સામાજિક આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનને મામેરું અર્પણ કરી મહાપ્રસાદ યોજાયો હતો, જ્યારે આગામી ૧૬ તારીખે અષાઢી બીજના પવિત્ર દિવસે ગામમાં ભવ્ય રથયાત્રાનું પણ આયોજન કરાયું છે.

App Store